Top

News

કેરિંગ ફોર ઓલ લાઇફ અન્ડર ધ સન ની થીમ પર કાર્યશાળા

 

પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યનાં યુવી કિરણોથી રક્ષણ આપતા ઓઝોન લેયર(પડ)ને બચાવવા, તે અંગે ચિંતન કરી યોગ્ય પગલા લેવા ‘ઇન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિઝર્વેસન ઓફ ધ ઓઝોન લેયર 2017’ અંતર્ગત “કેરિંગ ફોર ઓલ લાઇફ અન્ડર ધ સન”ની થીમ પર કાર્યશાળાનું આયોજન ગુજરાત ઇકોલોજી કમિશન(જીઇસી) દ્વારા 15મી સપ્ટેમ્બર, 2017ના રોજ સવારે 10:30 કલાકે ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું.

આ કાર્યશાળાનું ઉદઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી જી કે સિન્હા(આઇ.એફ.એસ), PCCF (વાઇલ્ડ લાઇફ), ગુજરાત સરકારના વરદ હસ્તે ડૉ. અશોકકુમાર સક્સેના(આઇ.એફ.એસ), સભ્ય સચિવ, જીઇસી તેમજ શ્રી આર ડી કમ્બોજ(આઇ.એફ.એસ), નિયામક, ગીર ફાઉન્ડેશન, શ્રી એ સી સંપટ(જી.એફ.એસ), નિયામક, જીઇસી અને શ્રી નિશ્ચલ જોષી, સિનિયર મેનેજર(પ્રોજેક્ટસ), જીઇસીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ સહિત લગભગ 150 કરતા વધુ લોકોએ ભાગ લીધો.

આ કાર્યશાળામાં જીઇસીના સભ્ય સચિવશ્રી દ્વારા ઓઝોન લેયર, તેના મહત્વ તેમજ માનવીય પ્રવૃત્તિઓને કારણે તેના પર થઇ રહેલી અસરના મુદ્દા પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. આ સાથોસાથ “આપણો દરિયો આપણું જીવન” ડોક્યુ ડ્રામા ફિલ્મ અને ઓઝોન લેયર અંગેની ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું તેમજ પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી અપનાવી ઓઝોન લેયરને થઇ રહેલા નુકસાનને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે માટે કાર્યશાળામાં હાજર લોકો સાથે ચર્ચા કરવામાં આવી. આ કાર્યશાળામાં સહભાગી થનારને પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા.

 
કેરિંગ ફોર ઓલ લાઇફ અન્ડર ધ સન ની થીમ પર કાર્યશાળા
કેરિંગ ફોર ઓલ લાઇફ અન્ડર ધ સન ની થીમ પર કાર્યશાળા  કેરિંગ ફોર ઓલ લાઇફ અન્ડર ધ સન ની થીમ પર કાર્યશાળા
કેરિંગ ફોર ઓલ લાઇફ અન્ડર ધ સન ની થીમ પર કાર્યશાળા

Also in this section